STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

શિયાળો આવ્યો

શિયાળો આવ્યો

1 min
113

શિયાળો આવ્યો ઠંડી લાવ્યો

સુંદર મજાની મોસમ લાવ્યો


વરસાદને ભગાડતો આવ્યો

ગરમીને બાય બાય કહેતો આવ્યો

શિયાળો આવ્યો...


તાજાં તાજાં ફળો લાવ્યો

શાકભાજીના ઢગલાં લાવ્યો

શિયાળો આવ્યો..


તંદુરસ્તીની મોસમ લાવ્યો

સૌને ગમતો તડકો લાવ્યો

શિયાળો આવ્યો..


સ્વેટર ધાબળા ને શાલ લાવ્યો

ગરમ કપડાંની ભરમાર લાવ્યો

શિયાળો આવ્યો...


કસરત કેરી મોસમ લાવ્યો

અડદિયાને લાડુ લાવ્યો

શિયાળો આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational