શિવશરણ
શિવશરણ

1 min

36
આફત વરસે અનરાધાર, શરણ તું શિવનું લેજે.
કર્મ કરે ચોતરફથી પ્રહાર, શરણ તું શિવનું લેજે.
છે એ નાથ ભોળા આશુતોષને વળી અવઢર દાની,
ના રાખીશ ખોટો મનોભાર, શરણ તું શિવનું લેજે.
જગજંજાળે માયાપાશે હોય આકર્ષણ ઘણેરું,
શરણાગતિ શંભુની સ્વીકાર, શરણ તું શિવનું લેજે.
ઈચ્છિત વર દેનારા ભક્તવત્સલ ભોલે ભંડારી,
નિજને ભવસાગરથી તું તાર, શરણ તું શિવનું લેજે.
દયાસાગર કૃપાનિધિ મધુર સ્વભાવ પયથી પણ,
નહીં મળે આવો દેવ દાતાર, શરણ તું શિવનું લેજે.