શિખવાડનાર
શિખવાડનાર
માતા ગુરુ છે મમતાને શીખવનાર
પિતા ગુરુ છે પ્રેમને ઉગાડનાર
ભાઈ ગુરુ છે ભાવિ સુધારનાર
બહેન ગુરુ છે બળવાન બનાવનાર
દાદા ગુરુ છે દ્રષ્ટિવાન બનાવનાર
દાદી ગુરુ છે દીપક જેમ જલાવનાર
મિત્ર ગુરુ છે મીઠાશ પાથરનાર
વડીલ ગુરુ છે વાચા આપનાર
સંબંધો ગુરુ છે સાચવીને રાખનાર
પરિવાર ગુરુ છે પ્રેમાળ બનાવનાર
જીવન ગુરુ છે કઈક જીવાડનાર
જિંદગી ગુરુ છે જીવનનો મતલબ સમજાવનાર
