STORYMIRROR

Piyush Pandya

Inspirational

2  

Piyush Pandya

Inspirational

શબ્દો

શબ્દો

1 min
14.1K


આ શબ્દો જાણે ક્યાંથી ટપકી પડ્યા,

જાણે કોરા કાગળ માંહી તરી રહ્યા, 

કાળી શ્યાહી ને કિટ્ટોં ટકરાતા,

સહજમાં એકમેક સાથે જોડાઈ રહ્યા...

 

નિખરતા રૂપ અને આલિંગનથી,

અનુસ્વાર, દીર્ઘઈ ને માત્રા રચતા ગયા,

જોતજોતામાં સંતાકૂકડી રમતા જાણે,

શબ્દો બની રચના કરતા ગયા...

 

આંખો મહીંથી ઊતરતા જાણે,

ભીતર ભીની કરતા ગયા, 

વિના હડ્ડીની જીભથી બોલાતા,

કેટલાયના દિલ ચીરતા ગયા...

 

“શબ્દ” એ જ શબ્દ છે ના કોઈ હથિયાર જાણે,

જેમ લગાવો નિશાન અને કરો સંધાન!

સંયમતાથી ના બોલાતા કદીયે,

સૌના અણગમતા બનતા ગયા... આ શબ્દો

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational