STORYMIRROR

Piyush Pandya

Inspirational

3  

Piyush Pandya

Inspirational

"ચશ્માં"

"ચશ્માં"

1 min
27.7K


કોણ જાણે "ચશ્માં"નું નામ પડતાં જ,

જાણે હું ઊછળી પડ્યો

જાણે વર્ષો વર્ષનાં સ્વપ્ન

મારી આંખો પર સજવાને તૈયાર ના થયા હોય...

 

"ચશ્માં"ની ફ્રેમ ખરીદવા ગયો

તો અચાનક વિચારવા લાગ્યો...

 

શું આ ચશ્માં એક નવી નજર આપશે મને?

શું હું જોઈ શકીશ; એ જ ગુસ્સા પછીના પ્રેમને?

શું હું જોઈ શકીશ, એ જ નારાજગીમાં છૂપી તારી પરવાહ?

શું હું ઓળખી શકીશ દરેક વ્યક્તિના, કમસેકમ એક ગુણને?

 

શું હું જોઈ શકીશ...

આ મુશ્કુરાહટની પાછળના ધોખાને,

એક ભારોસાપાત્રની બગલમાના છરાને,

એક મતલબી નજરને,

દરેક હાર પાછળની જીતને,

નફરતની દીવાલો પાછળ સંતાયેલ પ્રેમને

તેની લાગણીઓને,

ઘનઘોર અંધકારની પાછળના ઉજાસને,

દરેક વ્યક્તિમાં છૂપાયેલા મારા ઈશ્વરને,

પોતાને જ ઓળખી શકીશ, પોતાનાથી?

 

બસ, આ જ દિવાસ્વપ્નમાં જ્યાં ખોવાયેલ હતો ત્યાં,

મારાં ચશ્માં પણ બનીને આવી ગયાં,

જાણે મારાં વર્ષો-વર્ષનું સ્વપ્ન આ નાક પર જાણે ટકી ગયું...

 

હવે હું જ્યારે જોઉં છું દુનિયાને આ "ચશ્માં"થી,

કોઈ અંતર નજર નથી,

બધું જ જેમનું છે એમ જ દેખાય છે,

આવી ગઈ સમજ બે જ દિવસમાં!

મને નવી નજર ના આપી શકશે આ "ચશ્માં!"

હાલમાં કૈંક નવી નજરથી જોવા મારે,

અતીતના આ "ચશ્માં"ને તો ઉતારવા જ રહ્યાં...

 

કોણ જાણે આ "ચશ્માં"...

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational