STORYMIRROR

Piyush Pandya

Inspirational

2  

Piyush Pandya

Inspirational

ધૂમ્રશેર

ધૂમ્રશેર

1 min
14.1K


જિંદગીનાં બે- ત્રણ કસ જીવી લીધા

સિગારેટના બે - કસ પી લીધા

ધુમ્રસેરની ઊડતી ઓછાળોમાં

દેખાઈ ધૂંધળી રહીસહી જિંદગી

 

પેટાવી આત્મશુદ્ધિની સુધબુધ

સમાવી લીધા સમણાં કસેકસ

નહિ તારું, નહિ મારું એવું તારુંમારું

કહી વીતી રહીસહી જિંદગી

 

એક એક કસમાં જીવન જીવતી

સુમધુર યાદોની રાખ બનાવતી

પળે પળે ઘટતી આશાઓની

અતિશયોક્તિને પીતી રહી જિંદગી

 

જીવનમુલ્યો થકી ઉપેક્ષિત થતાં

અનુભવતી ક્યાંક ગરમાહટ્ટ, ક્યાંક ધુમ્રશેર

અલપ ઝલપમાં ઓલવાતી રહી

પગ તળે રોન્દાતી રહી જિંદગી...

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational