શાશ્વત
શાશ્વત
માનવ,
શાને કરે તું આટલો ઉત્પાત ?
કશું ન આવે તારે હાથ,
છે આ માયાવી સંસાર,
તું જેને ચાહે એ નથી શાશ્વત.
આ અખિલ બ્રહ્માંડમાં,
ત્રણ છે ફક્ત શાશ્વત,
એક સૂર્ય, ચંદ્ર,
બીજો ॐ કાર,
ને પરમ કૃપાળુ પ્રભુ છે શાશ્વત.
દેહ છૂટી જશે અહીં,
થશે ફક્ત આત્મા સંગી,
પ્રભુ જ છે એકમાત્ર,
આત્માનો આધાર શાશ્વત.
તુજ આત્માનું વિરામસ્થાન,
પણ છે શાંતિ શાશ્વત,
માન, છોડ બાકી સઘળું,
રહી જશે અહીંનું અહીં,
માનવ,
પકડ ફક્ત શાશ્વત.
