STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

શા માટે કરે કાલની ફિકર

શા માટે કરે કાલની ફિકર

1 min
9

સાવ આસાન છે જિંદગીની ડગર,

શા માટે કરે છે તું કાલની ફિકર ?


જે થવાનું હશે તે થઈને રહેશે,

કાઢી નાખ તું તારા મનમાંથી ડર,


આજે ભલે હોય રાહમાં કંટક,

કાલે મળી જશે તને ફૂલોનું નગર !


આજે દુઃખ છે, કાલે સુખ આવશે,

એ તો પ્રકૃતિનો નિયમ છે અફર,


પરિશ્રમ એજ પારસમણિ છે,

પરિશ્રમ કરવામાં ના રાખ કસર,


દરેક સપનું તારું હકીકત બનશે,

મળેલી ક્ષણોની તું કરી લે કદર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational