Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dilipsinh chavda

Romance Others

4  

dilipsinh chavda

Romance Others

સારાં લાગો છો

સારાં લાગો છો

1 min
218


તમે હસતાં સારાં લાગો છો તો અમસ્તાં સારાં લાગો છો,

અમ સ્નેહ તાંતણે તંબુમાં તમે વસતાં સારાં લાગો છો,


અમે વાત અધૂરી કહી કહી તમે સંભાળ્યા કરતા અહીં તહીં,

હવે માર્મિક ઈશારા આંખોના સમજતાં સારાં લાગો છો,


અમે મેઘ ઘટાળા શામળિયા તમે વરસતી મીઠી વાદલડી,

નીરખી કદી એ મેઘ સમાં ગરજતાં સારાં લાગો છો,


અમે ધરા ગજવતા રત્નાકર તમે મીઠી વહેતી નિમ્નગા,

ગાઢ પ્રવાહે સમાવવા નીજ તરસતાં સારા લાગો છો,


અમે જગત પ્રકાશિત દિવાકર તમેં ટમટમ કરતાં ચાંદલિયા,

મધ્ય નિશાએ નિરખીયે નભ ચળકતા સારાં લાગો છો,


અમે મધુકર ભમી રસ ચૂસનારા તમે ગુંથેલાં હાર ફૂલમાળા,

રંગ ખીલેલી ચાદર ઓઢી મહેકતાં સારા લાગો છો,


અમે આગ ઉગરતા અંગારા તમે નાની અમથી દીવલડી,

સાંજ સમયે 'દીપ' સમાં પ્રજવલતાં સારાં લાગો છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance