STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

3  

ચૈતન્ય જોષી

Romance

સાજન સજનીની ગોઠડી

સાજન સજનીની ગોઠડી

1 min
255

હસતાં હૈયે સાજન સજની કરે એકાંતે ગોઠડી,

દિલ દરિયાવ રહ્યું ઊભરાઈ કરતાં વાતે ગોઠડી,


શકટ સંગાથે ઊભય પ્રેમીજન એકમેકના પડખે,

ઉરની અધરે લાવીને મધમીઠી મુલાકાતે ગોઠડી,


પ્રસન્ન વદને સજની શરમ શેરડા ગાલે હો અંકિત,

નૈનકટાક્ષે વાણી પંગુ તોય શબ્દ સોગાતે ગોઠડી,


વખત પણ જાય વીતી સમયભાન પણ ભૂલાતું,

સાફલ્ય રખે જીવનનું લાધે ઘૂંઘટ હો દાંતે ગોઠડી,


અનિલ વાય શીત મંદ મધુરો જાણે ચામર ઢોળે,

સપ્તરંગી સ્વપ્નો સજાવે મદન સંગ નાતે ગોઠડી,


Rate this content
Log in

Similar gujarati poem from Romance