સાચું સુખ
સાચું સુખ
ખુશહાલ જીવન જ્યાં જોવા મળતું,
સ્વચ્છ ધરા સંગ મારું ગામડું ઝૂલતું !
વન ઉપવન સજાવી હર્યુંભર્યું રહેતું,
માનવને માનવ બની મારું ગામડું જોતું !
કોંક્રિટની ગગનચુંબી ઈમારતોથી રોતું,
મધુર મનગમતા ઝરણાઓનું ગીત ગાતું !
મિલોના ઊડતા ધુમાડાઓથી જોને બીતું,
પંખોઓની પાંખે મસ્તીથી જોને વિહરતું !
શહેર ભણી ના દોડો એ સૌને કહ્યા કરતું,
સાચું સુખ તો ગામડાની માટીમાં મહેકતું !
