સાચો સાથી
સાચો સાથી
જીવનના મધ્યાહનમાં હલેસા બની,
મઝધાર પાર કરાવે તે સાચો સાથી,
અંધારી રાતમાં આગિયા બની,
રસ્તા પર અજવાળું પાથરી દે તે સાચો સાથી,
ધોમધખતા તાપમાં હાથની છત્રી બનાવી,
છાંયો કરી દે તે સાચો સાથી,
આંસુ લૂછવા રૂમાલ નહીં પણ,
પ્રેમભરી આંગળીઓનો સ્પર્શ દે તે સાચો સાથી,
જીવનની પાનખરને પણ નવપલ્લિત,
વસંતઋતુમાં ફેરવી દે તે સાચો સાથી,
મારા હર્યાભર્યા બાગને(પરિવાર) ને,
શક્તિનું સિંચન કરી મહેકતું રાખે,
તે મારા જીવન પથનો સાચો સાથી.
