STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

સાચો રક્ષણહાર

સાચો રક્ષણહાર

1 min
400

શિક્ષણનો હું જ્યોતિર્ધર ને,

શાળા વર્ગખંડનો હું જ્ઞાનીધર....!


ભણતરનો હું ચણતરહાર,

મારી વાણીમાં છૂપાયું માધુર્ય અપાર...!


શાળા કેરા બાગનો માળી,

કળીઓ મહીં ફૂલવાડી ખીલવનાર...!


ગણગણતા ભમરા સંગે,

મારો નાદ સદા હું વહેતો કરનાર...!


જ્ઞાનરૂપી દીપકનો અંગે,

અદ્ભૂત અનેરો પ્રકાશ પાથરનાર..!


શબ્દ સમૃદ્ધિ સૃષ્ટિમાં,

નવી નવી ક્ષિતિજો હું જગાડનાર...!


બાળ ભાવિ ઘડવામાં,

નિજનો સ્વાર્થ કદી નહીં જોનાર...!


આકાંક્ષાઓ જાગૃત કરી,

નવાં નવાં શિખરો સર કરનાર...!


ત્યાગ, સમર્પણ, અર્પણ કરી,

નવી રાહનો હું સાચો રક્ષણહાર...! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational