સાબદા રહેજો
સાબદા રહેજો
સાબદા રહેજો ઉંમર કાળ બનીને આવે છે,
સાબદા રહેજો ઉંમર ભલભલાને હંફાવે છે,
ના ઈલાજ એનાથી બચવાનો કોઈ આસાન,
સાબદા રહેજો કરેલાં કર્મો સન્મુખ લાવે છે,
શરીરને જીર્ણક્ષીણ બનાવી મનોબળ હરે છે,
સાબદા રહેજો ક્ષમા દયા ક્યાં એને ફાવે છે ?
કરેલું પામવાનો આવી જાય સમો એકાએક,
સાબદા રહેજો એ સખત તાવણમાં તાવે છે,
કોઈ પુણ્યશ્લોકી જ બચી શકે હરિકૃપા થકી,
સાબદા રહેજો અંતકાળે માયામાં લબદાવે છે,
હરિસ્મરણને પાપનો સ્વીકાર એક જ રસ્તો,
સાબદા રહેજો હરિપ્રેમી જ એને બોલાવે છે.