રૂપિયો
રૂપિયો
રુપિયો જબરો નટખટ લાગે,
ખીસ્સે પડ્યો અમથો વાગે,
ખોટો રુપિયો ચમકે ઘણો,
બજારમાં મૂકવો લોઢાનો ચણો,
ખરો રુપિયો કદી ખોટો ન થાય,
રુપિયા વગર કોઈ મોટો ન થાય,
રુપિયો રુપિયાને જરૂરથી ખેંચે,
માણસ માણસને ના પણ ખેંચે,
રુપિયો માણસને મફત વેંચે,
માણસ રૂપિયાને કદી ના વહેંચે,
રુપિયો આમ તો હાથનો મેલ,
હાથ ન ધોવા એવા કરવા ખેલ,
પૈસે પૈસે રુપિયો થાય,
ફેલ ફતુરે રુપિયા જાય,
રુપિયા તારી માયા મોટી,
રુપિયા વગર કાયા ખોટી,
ખીસ્સે પડ્યો ખાવાનું માંગે,
ખાલી ખીસ્સે દિલમાં વાગે,
માળા જપતો દિન રાત જાગે,
રૂપિયા દેખી પકડવા ભાગે,
રુપિયો લાગે જબરો નટખટ,
દેખી માંગે નોટો ફટફટ,
રુપિયો જબરો નટખટ લાગે,
ખીસ્સે પડ્યો અમથો વાગે.