રૂમઝૂમ કરતી
રૂમઝૂમ કરતી
રૂમઝૂમ કરતી વર્ષારાણી આવી,
લાગણી કેરી અપાર હેલી લાવી,
થયો હર્ષોલ્લાસ કેરો નૂતન સંચાર,
સ્ફૂર્યો અંતરે પિયુ મિલન વિચાર,
આકાશે વાદળ ગડગડાટ ગાજે,
મન માંહી મોર થનગનાટ નાચે,
મન મૂકી વરસાદ ધોધમાર વરસે,
પિયુના આગમાન કાજ દલડું તરસે,
હૈયે હિલોળા લઈ ઘેઘૂર સાગર છલકે,
અધરે પ્રીતમ કેરા પ્રેમાળ સ્મિત મલકે,
આકુળ-વ્યાકુળ બની હૈયે જામી ધમાલ,
વર્ષા કેરી અદભૂત - અલૌકિક કમાલ,
મળે અનહદ પિયુ તણો પ્રેમ,
આ અવસરને ગુમાવીએ કેમ ?
જાગે પ્રિયતમ ઝંખના ઉરે ઘણી આશ,
હોય સદાય પડછાયો પ્રીતમનો આસપાસ,
ફેલાય રહે ફૂલોની સોડમ શ્વાસે શ્વાસે,
હવે આવો મારા વાલા કેમ કરી જીવાશે,
વર્ષાના પ્રવાહમાં વરસે અપાર લાગણી,
હાથમાં રહે સદા, હાથ તારો એ જ માંગણી.

