વિહરતું પંખી
વિહરતું પંખી
અંતરમાં રે ઝગમગ દીવડાં પ્રગટાવી,
પાથરી પ્રકાશ રે અંધકારને પછાડી,
નારી કહે મુક્ત વિહરતું પંખી બનવું મારે..!
જીવનમાં વ્યાપેલ દુઃખને રે ભૂલાવી,
આનંદ ઉમંગ તણાં મધુર સૂર રેલાવી,
નારી કહે મુક્ત વિહરતું પંખી બનવું મારે..!
જિંદગીની ઘટમાળમાં સ્થિરતા લાવી,
ભેગાં મળીને મોજ - મજા રે માણી,
નારી કહે મુક્ત વિહરતું પંખી બનવું મારે..!
ઝગમગતા દીવડાંથી આંગણાં સજાવી,
હૈયે મેઘધનુષી રંગોની રંગોળી પૂરી,
નારી કહે મુક્ત વિહરતું પંખી બનવું મારે ..!
આનંદ - ઉલ્લાસથી અંતર છલકાવી,
સદ્દગુણોના ઉજાસ થકી હૈયું મ્હેંકાવી,
નારી કહે મુક્ત વિહરતું પંખી બનવું મારે...!
જીવન છે વ્હાલાં સુખ-દુઃખનો સંગમ,
પ્રભુ ! સમજીએ કુદરતનો અવિરત ક્રમ,
નારી કહે મુકત વિહરતું પંખી બનવું મારે..!
