STORYMIRROR

Rina Manek

Romance

3  

Rina Manek

Romance

રોજ મધરાત પછી હું

રોજ મધરાત પછી હું

1 min
14.4K


પલંગ પાસે

શોખથી મઢાવેલા

અરીસામાં

રોજ મધરાત પછી હું એને જોઉં છું

કલાકો સુધી ફોન પર એની સાથે ચેટ કરતા…

સાત સમંદર પારથી

પેલી મોકલાવે

એની સેલ્ફી

અને

હસતાં હસતાં એ ચૂમી લે છે એને….


પછી એનો હાથ

મારી પીઠ પર

લીલું લીલું સરકે છે

ત્યારે હું કદાચ હું નથી એના માટે

કંપીને

એના પડછાયામાં ઓગળવાનું

મારી ચામડી કદાચ શીખી ગઈ છે.

હવે તો

એની તરફ ફરી

હું પણ જોઉં છું

ફક્ત

એક છત……અને એક પુરુષ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance