STORYMIRROR

Rina Manek

Others

3  

Rina Manek

Others

એમ ક્યાં આ મન કદી ભરમાય છે

એમ ક્યાં આ મન કદી ભરમાય છે

1 min
14K


એમ ક્યાં આ મન કદી ભરમાય છે

ટોળું ભેદી ખાલીપો પડઘાય છે.


હું લખું એ તું બધું વાંચી શકે, 

તું લખે એ ક્યાં કદી વંચાય છે !


આંખની સાથે જ અંધારું મળ્યું; 

ભેદ ક્યાં એ વાતનો સમજાય છે.


પાત્રતા જાતેજ બસ પામી શકો, 

એ કદી ક્યાં દાનમાં મંગાય છે ?


આંખની પાછળ તું બીજી આંખ દે, 

ભીતરી ચહેરો તો ક્યાં વંચાય છે !


Rate this content
Log in