રંગો ભરી જશે
રંગો ભરી જશે
તમે આવો ચમન જાતે નવા રંગો ભરી જાશે,
વિરહના કંટકો ખુદ આ ફુલોને પાથરી જાશે.
શરારતથી ભરેલી આ અદાઓ દિલને આકર્ષે,
ભરોસો છે પ્રણય પર આજ નૂતન આદરી જાશે.
વચન આપી ઘણાયે છેવટે એ છેતરી જાશે,
નમકને પાથરી ને એ પછી જખ્મો ધરી જાશે.
કરું છું ધૂપ ને લોબાન સદગુરુ આ સાંઈને,
સબુરી, ધૈર્ય, નિષ્ઠા, આયખાને આવરી જાશે.