રમુજની પળો
રમુજની પળો


જિદંગીને જેટલી ગંભીર ગણશો,
એટલી ગંભીર બનશે,
જિદંગીને જેટલી સરળ ગણશો,
એટલી રમુજી બનશે.
ધરતી પર વિશાળ પથરાયેલું,
સુકૂ સહારાનું અફાટ રણ,
વનરાજીથી ખિલેલી આ ધરતીની,
હરિયાળી જ રહેશે.
સમુદ્રમાં તળની કેટલી ગહેરાઈ,
કોણ માપી શકશે અહીં,
આકાશ સુધી જઈને માપવું,
એટલૂં જ રમુજ બનશે.
ગગનચુંબી ઈમારતો ચણતા ચણતા,
નથી પહોંચાતું ત્યાં
ગુફાઓમાં ફરીથી ઘર વસાવવાનું,
ચાર રમુજી બનશે.
જગતમાં 'અમૃત' રસ છે હવે,
બિલકુલ ખૂટવાને આરે,
માટે -'સ્પંદન', ઝેર પીવું,
એ તો ખરેખર રમુજી બનશે.