STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

રેશમી રૂમાલમાં

રેશમી રૂમાલમાં

1 min
23.1K

તારા હોવાનો અહેસાસ થાય છે રેશમી રૂમાલમાં,

ગેરહાજરી પણ જાણે વર્તાય છે રેશમી રૂમાલમાં .


અસ્તિત્વ તારું રખેને ઓગળી ગયું હશે રૂમાલમાં, 

તારો અજ્ઞાત સંદેશ ત્યાં વંચાય છે રેશમી રૂમાલમાં.


રંગવૈવિધ્ય આકર્ષી જનારું હરકોઈને નજરાતાં,

તારી કરાંગુલિનો સ્પર્શ જણાય છે રેશમી રૂમાલમાં.


હસ્તરેખાઓ તારી એ રૂમાલને ચૂમનારી હશેને,

યાદ તારી અવિરત સદા ટપકાય છે રેશમી રૂમાલમાં.


કદીક વિયોગે બેચાર અશ્રુબિંદુઓ સંઘર્યાં શકે,

મુજ નૈનાશ્રુઓનો અભિષેક થાય છે રેશમી રૂમાલમાં. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance