Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

રાખું છું

રાખું છું

1 min
397


ગુલાબનું સૌંદર્ય ‘ને, નજાકત જુઈની રાખું છું,

અબળા છું ભલે પણ, કલમ ધારદાર રાખું છું !


લખી ઘણીય લાગણીઓ, દિલનાં કાગળ પર,

મનને અડી જાય એવી કોઈ, હાંસિયામાં રાખું છું !


નિભાવ્યાં કેટકેટલાં સંબંધો, બધાંય દિલથી,

સંબંધ એક નડતરરુપ, હંમેશા સાથ રાખું છું !


પૂરી કરી કેટલીય, ઈચ્છાઓ જીવનમાં,

અરમાન એક અધૂરું, જીવવાને ખાસ રાખું છું !


રુઝાયાં ઘણાંયે જખ્મો, જીવન સંસારમાં,

દુઝતો એક ઘા, હૃદયને યાદ અપાવવા રાખું છું !


જીવાતી ગઈ જિંદગી, દર્દ અને ખુશીનાં સંગાથમાં,

'ચાહત' કોઈ અધૂરી, જીવવાને ખાસ રાખું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational