રાગ હૃદયમાં થાય
રાગ હૃદયમાં થાય
રાગ હૃદયમાં થાય, સાચો રાગ હૃદયમાં થાય.
ઘેલું બનતાં દિલ કોઇનું ગીત બનીને ગાય,
દૂર રહો ના કદી તમે તો મિલન તમારું થાય... સાચો.
ઝંખે તમને જીવનભર જે તમને કેવલ ચ્હાય,
તે પામી લે જરૂર તમને તેમ મેળવે સહાય... સાચો.
આંસુ તમારે ખાતર સારે, નેહ તમારે ન્હાય,
વ્યગ્ર થાય વ્યાકુળ જે તેની વ્યથા બધીયે જાય... સાચો.
કરે પ્રાર્થના રોજ તમારી મળવા કરે ઉપાય,
ખીલી ઊઠે કાલ ખરે જે સ્મરણે આજ સુકાય... સાચો.
પ્રેમ મહીં ‘પાગલ’ છે તેનો પ્રેમ ન મિથ્યા થાય,
રંક જેમ રટનારા કૈંયે બની ગયા છે રાય... સાચો.
- શ્રી યોગેશ્વરજી
