STORYMIRROR

Hema Shah

Romance

2  

Hema Shah

Romance

પવન છે

પવન છે

1 min
13.2K


હું સુગંધ ભીની માટીની 

તું મસ્ત વહેતો પવન છે 

હું લીલીછમ ઘુમતી ધરા

તું વિશાળ નીલ ગગન છે 

મને કોયલ કહીને વખાણે

તું ખુદ ગાઢ આંબાવન છે

    તું વધતા ઓછા અંશે નહી

     તું નખશિખ મારા જેવો છે 

મારી અંતર વેદના વાંચીને 

તારી આંખો આંસુ વહાવે છે 

ખુશહાલ મારું મુખ જોવા, તું 

જોડકણા નિતનવા સુણાવે છે

હું લજામણીનો ઉગતો છોડ

તું એક નવોદિત કવિ મન છે 

     તું વધતા ઓછા અંશે નહી

     તું નખશિખ મારા જેવો છે 

મારા શમણાંનો સંગી થઈ 

તું દૂર સદૂર ઊડી ભાગે છે 

વિષમ ધ્રુવી ચુંબક બની, તું 

મારા દિલને બાંધી રાખે છે 

હું અસલમાં જેવી દેખાવું છું 

એ તે ઉચ્ચરેલા સૌ કવન છે 

     તું વધતા ઓછા અંશે નહી 

     તું નખશિખ મારા જેવો છે 


Rate this content
Log in

Similar gujarati poem from Romance