STORYMIRROR

Hema Shah

Others

2  

Hema Shah

Others

ગમે ગામની એ ગલી સાંકડી

ગમે ગામની એ ગલી સાંકડી

1 min
3.0K


ગમે ગામની એ ગલી સાંકડી

વસે એક ત્યાં છોકરી ફાંકડી

 

પહેલી નજરમાં ધવલ લાગતું

અસલમાં તો આકાશ છે જાંબલી

 

લગાતાર આવું મળો જો તમે,

જશે એક અફવા અહીં હર ગલી

 

બલા ઈશ્ક શું છે? જરા તો કહો;

લખી એ ગયા નામની કાપલી

 

જવું ને નીકળવું સહેલું નથી

પ્રણયની ગલી હોય છે સાંકડી

 

 


Rate this content
Log in