પ્રયાસ
પ્રયાસ
જિદ નદીની દરિયાને કરવો મારે મીઠો
ધીરજવાન જગતમાં બીજો કોણે દીઠો?
રાતે સૂરજને સૂવા કોણ કરે ફરજમુક્ત?
ચંદ્રમા નિભાવે જવાબદારી તારા યુક્ત,
ગરીબને ક્યાં પોસાય લેવા સાચાં મોતી
ઝાકળ કહે પ્રભાતે મફત લ્યો મને ગોતી,
કરું સેવા પણ ઝાકળ બિંદુ બિચારું બેઘર
ઘાંસ લીલું પર્ણ પત્તા ફૂલ રેનબસેરા ઘર,
ઉઠાડશે કોણ સવારે ભરનિંદમાં પોઢ્યાં?
ઉડતાં પંખી કહે મેં ક્યાં ગોદડાં ઓઢ્યાં?
દિવા લાગ્યાં બૂઝવા વા જાજો બિન તેલ
આગીયાં ઝૂક્યાં દીવે આગમાં વગર ટેલ,
કુદરતે વિચાર્યું આપું મફત પાણી ને હવા
સંઘરશે બિચારો માનવી ક્યાં ગોતશે દવા,
અનંત આપ્યું આકાશ ને વળી ઊંડો દરિયો
નદી, સરોવર ને ડુંગર ડાળે જીવડૉ ફરિયો,
જિદ નદીની દરિયાને કરવો મારે મીઠો
આપી આટલું મનખે કર્યો કુદરત અદીઠો.
