પ્રયાસ
પ્રયાસ
દીવા તળે અંધકાર મળે,
ચોતરફ તેજ ઝળહળે,
આવી વાત નજરે ન પડે,
જાણે સૌ, પણ ખબર ન પડે,
જગમાં એવા દાખલા બને,
જાણી કરીને અજાણ બને,
લોકો આવા ઠેર ઠેર ફરે,
પણ કામની વાત ન કરે,
બાળમજૂરી એવી બિમારી,
કાયદાથી એ ન થાય સારી,
કોઈને તો હશે મજબૂરી,
માટે કરવી પડે મજૂરી,
લગતી નથી આ પ્રથા સારી,
વાપરે જો બધા સમજદારી,
લોભ ને લાલચ જો ઘટશે,
તો જ આ બીમારી હટશે.
