પ્રતિતી માની
પ્રતિતી માની
શું પ્રતિતી કરાવું હું આપને માની,
ના વ્યક્તિત્વ ના છબી એની છાની.
સવારથી સાંજ સુધી ન પગવાળી બેસવું !
એમ જવાબદારી સાચવે એ પોતાની.
લાગણીની લહેરમાં ડૂબ્યા કરું હું એના,
પછી આશ જાગે એનો ખોળો ખુંદવાની.
ભુલું જન્મારો હું એણે ના ભુલી શકું,
મને જેણે શીખવ્યું ચાલતા, આંગળી રે ઝાલી.