રચના મા
રચના મા
1 min
12K
હો મારા પારણા દોરી ખેંચનાર તું છે મારી માં
હો આ તો મમતા ટોપલીથી હેત ઉલેચનાર તું છે મારી માં
પેલી દાદીની ને રાજા- રાણી વાતો મને યાદ છે મારી માં...
તારા સુરીલા હાલરડાનો એ
ટહુકોએ મારો વિશ્વાસ છે મારી માં...
હો .....મારા પારણા ની દોરી.....
તારું નવડાવવું ખવડાવવું ને
પાણીડા પાવું હજું ભૂલ્યો નથી હું માં
તારી આંખોનો હું તારો એથી જ હું ડૂબ્યો નથી હું માં..
હો મારા પારણાની દોરી....
મારી આંખોની ભાષાને વાંચનાર તું છે મારી માં...
હો જનની- જનેતા જન્મ તું દેનાર તું છે મારી માં....
હો મારા પારણાની દોરી....
હો તું તો વાત્સલ્ય મૂર્તિ ને સ્નેહનો તું સાગર લાગણીનું સરવર તું છે મારી માં...
અન્નપૂર્ણા તું પીડાની તું વૈધ !
બધે ટપકતું એ હેતનું હાલરડું ખરેખર છે મારી માં...