હોવી જોઇએ
હોવી જોઇએ


ઉત્સાહથી ભરેલી એક ડગર હોવી જોઇએ,
ભય વિનાની એકાદ સફર હોવી જોઇએ,
પડકાર આવે પળે- પળ જીવનમાં,
એણે જિરવવાની ઇચ્છાઓ તત્પર હોવી જોઇએ,
સરળ નથી હોતી મંઝિલ પામવી,
હારની પણ જીવનમાં અસર હોવી જોઇએ,
દિશા ચોક્કસ હોવી જરૂરી 'અજવાસ'જીવનમાં,
નકશાની તો ખબર હોવી જ જોઇએ.