STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

3  

Kaushik Dave

Inspirational Others

પૃથ્વી પર કેમ આવું ?

પૃથ્વી પર કેમ આવું ?

1 min
242

પ્રાર્થના વિનવણી સાંભળીને,

આવવાનું મન થયું,

 

પ્રભુભક્તિ જોઈને,

રાસ રમવાનું મન થયું,


હે માનવ, વૃંદાવન બનાવો તો,

રાસ રમવાને આવી જાવું,


ઘેર ઘેર તુલસી ક્યારો હોય,

શાલીગ્રામની સેવા હોય,


ગૌધણ પર કૃપા રાખો તો,

આવવાનું મન હોય,


પણ..પણ..‌


સ્વાર્થ, મોહ, માયાનો માનવી,

સ્નેહ વગરનો થતો ગયો,


એકમેકને કાપવા માટે,

અંતરથી ઝનૂની થતો ગયો,


ઉપરછલ્લો પ્રેમ બતાવી,

પ્રભુને છેતરતો ગયો,


ગમગીન બનીને વિચારે પ્રભુ,

પૃથ્વી પર ના અવતાર થાઉં,


માનવ જો માનવ ના બને તો,

પૃથ્વી પર કેમ આવું ? 


આવી પ્રાર્થના આવી વિનવણી,

ઉપરછલ્લી દેખાતી જાય,


ભાઈ જો ભાઈને કનડે તો,

એની પ્રાર્થના કેમ સ્વીકારું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational