STORYMIRROR

Chaitanya Joshi

Classics

3  

Chaitanya Joshi

Classics

પરીક્ષા

પરીક્ષા

1 min
27K


ડગલેને પગલે જીવનમાં થાય છે પરીક્ષા,

તોય કોઈને ક્યાં કદી સમજાય છે પરીક્ષા. 

તાગવાની રીત ચાલી આવી આદિઅનાદિ,

ખુદ ઇશ્વર લૈનૈ વળી હરખાય છે પરીક્ષા. 

ખામી કે ખૂબી બહાર આવતી પરિણામમાં, 

કદી કંટાળો કે બોજ બની જાય છે પરીક્ષા. 

માપદંડ નથી હોતો પ્રમાણભૂત હરવખ્ત કૈં,

અન્યાય આચારણ થકી વગોવાય છે પરીક્ષા. 

જરુરી છે જીવનમાં પરીક્ષા પ્રત્યેક તબક્કે,

સમય મુજબ બદલવાનું રહી જાય છે પરીક્ષા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics