Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Inspirational

3  

Rajeshri Patel

Inspirational

પરીક્ષા

પરીક્ષા

1 min
210


આવી છે પરીક્ષાની મોસમ,

લેવાતી નાના - મોટા સૌની પરીક્ષા,

કરતા તૈયારી કોઈ પહેલેથી તો,

ઘણા બેસતા છેલ્લી ઘડીએ,


માઁ - બાપ જ ડરાવતા પ્રાઈમરી ભૂલકાને,

10 - 12 વાળાને તો હલવાની પણ મનાઈ,

જયારે સ્પર્ધાત્મક પરીક્ષાવાળા,

ખુદ જ ડરતા કાશ ! પાસ થઈ જાઉં,


પેપર સામે આવતા જ લાગતું,

આવું તો ક્યાં કંઈ હતું બુકમાં,

પરીક્ષાખંડ તો લાગતું યુદ્ધનું મેદાન,

જંગ લડતા પેનરૂપી શસ્ત્રોથી,


કરતા બંધ ખેલકુદ ને ખાતા બદામ - અખરોટ,

તોડે નાતો દુનિયાથી, બેસતા વાંચવા,

વર્ષ વાચ્યું ને આપી પરીક્ષા 3 કલાકમાં,

જ્યારે ટીચર તો તપાસે 3 જ મિનિટમાં,


હોશિયાર પણ ડરતા પરીક્ષાથી,

કોઈ માર્ક્સ માટે તો કોઈ પાસ માટે,

જ્યાં પરીક્ષાની જિંદગી થાય પુરી,

ત્યાં જ થતી ચાલુ જિંદગીની પરીક્ષા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational