STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

3  

ચૈતન્ય જોષી

Romance

પ્રેમપંથ

પ્રેમપંથ

1 min
11.8K

સાવ એકાએક જીવનમાં કદી.

પાંગરે નૈ પ્રેમ, લાવે જે વદી.


હોય પૂર્વનું કશું બંધન વળી,

ખોખલા નૈ કામ, થૈ જાતા રદી.


ના મળે એમાં કશું, તજવાનું છે,

છોડનારા પંથની બનતા બદી.


આખરે કૈં ના નફો થાતો પછી,

આપવાનું છે ગણિત, ના હો જિદ્દી.


પ્રેમ તો ઈશ્વર તણું છે રૂપ જો,

ખોટ ખાનારા સદા જીતે સદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance