પ્રેમનો ઇતિહાસ
પ્રેમનો ઇતિહાસ


સવાલ - પ્રેમ જગતમાં ક્યારે આવ્યો ?
કોને અને કેવો આવ્યો ?
જવાબ - ઈવ અને આદમને આવ્યો,
પ્રભુએ કહી હતી "ના"
પણ એ ધરાર માન્યા ના,
સફરજન ખાધું,
અડધું અડધું,
અડધું ખાધું, ને ફેંક્યું,
જોયું નહીં બચ્યું અડધું,
હવ્વાએ એ જોયું,
ઊંચકીને ખાધું,
ને, પ્રણય ત્રિકોણ રચાયું,
બસ, ત્યારથી આવ્યું,
પ્રેમમાં હમેશા કોઈ ત્રીજું,
સફરજન જ્યાં ખાધું,
ત્યાં તો મન થયું મતવાલું,
જોયું નહીં, બીજ નીચે વેરાયું,
હતા એ ત્રણેજણના અક્ષુ,
બસ, ત્યારથી થયા ચક્ષુવિહિન,
આદમ, ઈવ ને હવ્વા,
ને, આમ પ્રેમ કહેવાયો આંધળો,
ને, હજી રહ્યોઆંધળો, ને ત્રિકોણીયો.