પ્રેમ
પ્રેમ
હું ચાહું સંગાથતારો નિત્ય
તું પણ ચાહે સંગમ આપણો
જોવાઈ રાહ મીઠી સગાઈની શુભ ઘડી
આગમન અમ આંગણે
વગડાવ તું બેંડ વાજા ને
શોભે જાનૈયા સાથે વરઘોડો
સપ્તપદી ને ચોરીના ચાર ફેરા
આશીર્વાદના વરસાદ થકી
ને સૌ મિત્રોના શુભાશિષથી
શુભારંભે નવી જીંદગી
ફળે સફર પ્રેમની
આશાઓ છે અનેક પાર ઉતરીએ
થાય કસોટી એકમેકનો સાથહોય જો.
