STORYMIRROR

Hiren Maheta

Inspirational Others

4  

Hiren Maheta

Inspirational Others

પપ્પા આયખાનું અજવાળું

પપ્પા આયખાનું અજવાળું

1 min
402

પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,

પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું…


પપ્પા સહુના જીવતરનો મોંઘેરો કોઈ મોભ,

પપ્પાએ કોઈ લાગણીઓનો ક્યાં રાખ્યો છે લોભ ? 

આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું,

પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું…


ઝળહળ ઝળહળ દીવો થઈને પપ્પા ઘરમાં રહેતા,

ભૂલ પડે ત્યાં આંગળી પકડી મારગ કાઢી દેતા,

એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,

પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું…


પપ્પાની એ કરડી આંખે થર થર થર સહુ કાંપે,

પણ હેત ભરેલું વાવાઝોડું બેઠું કાયમ ઝાંપે,

હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,

પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational