પંખો
પંખો
ઓરડાની છત સામે જ્યારે જ્યારે જોઉ છું...
અવિરત ફરતાં તને નિહાળું છું...
ના કોઈ સગપણ ને ના કોઈ નાતો...
એક સ્વીચ દબાવતાં જ તું કેવી ટાઢક આપતો,
મન મરજી પ્રમાણે તને ફેરવતી,
તોય ક્યારેય તું ના થાકતો...
એક જ ઓરડામાં અલગ અલગ વ્યક્તિ સાથે તું જિંદગી ગુજારતો,
છોડીને જાય ઘર કોઈ તો ક્યારેક કોઈની સાથે જાતો,
નહિ તો એ જ ઓરડામાં નવા માણસો સાથે તારો નાતો,
કેવું તારું જીવન ને કેવી તારી વાતો,
એક જ ઓરડામાં તું કેવો સમય વીતાવતો ?
ઓય મારા ઓરડાનો પંખો..
નિર્જીવ તું, તો પણ કોઈના માટે પોતાની જાત ઘસવાનો તું ખરો સબક શીખવાડતો.
