STORYMIRROR

HIRAL RAJESH

Inspirational

4  

HIRAL RAJESH

Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
674

આજે સ્ત્રીની વાત, ફક્ત એક દિવસ માટે સ્ત્રીની વાત,

ચૌટે અને ચોકે થતી રોજબરોજ પણ આજે એના વખાણની વાત,


એક દિવસ માટે એની લાગણીની વાત,

એને મહેસૂસ થતાં એક એક દુઃખની વાત,


ખુશી શેમાંથી મળશે ? આજે એની એ ચિંતાની વાત,

આજે એના મનપસંદ પકવાનોની વાત,


વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસમાં ફક્ત એની વાત,

એક દિવસ માટે રાણી ને એના દરબારની વાત,


આજે એની એક એક પળની વાત,

વરસના વચલા દહાડે આજે યાદ આવતી એની વાત,


આંસુ, પ્રેમ, લાગણી, હાસ્ય ને રૂપની વાત,

આજે એના નખશિશની વાત,

આજે એક સ્ત્રીની વાત,


અલગ અલગ સંબંધે પણ આજે એની એક વાત

આજે ફક્ત "હિર" તારી જેમ દરેક સ્ત્રીની વાત.


Rate this content
Log in

More gujarati poem from HIRAL RAJESH

Similar gujarati poem from Inspirational