પિતા
પિતા
પોતાનું દર્દ હંમેશા છુપાવીને એ ફરે છે.
પરિવાર કાજ દિન-રાત મહેનત કરે છે,
દર્દ કાયમ હસતાં-હસતાં એ સહે છે.
પોતાની મુંઝવણ કદી એ ના કહે છે.
સંતાનોના સુખ કાજ ઇચ્છાને ત્યાગે છે.
મુશ્કેલીમાં રાત-રાત ભર એકલા જાગે છે.
'મા'ની મમતાની ગાથા યુગોથી ગવાય છે.
પિતાના ત્યાગને કાયમ ભૂલી જવાય છે.
માતા-પિતાના આશિર્વાદ મેળવી લેજો તમે.
જીવતે જીવ કદી ન દુ:ખ એને દેજો તમે.
