ફૂલની જેમ કદી ખરતી નથી
ફૂલની જેમ કદી ખરતી નથી
વારંવાર રંગ હું બદલતી નથી,
ધન દૌલત પાછળ હું મરતી નથી.
કોઈ કહે મને કડવા શબ્દો,
પણ હું એને હૈયે ધરતી નથી.
ધ્યેય પામવા પ્રયાસો કરું છું,
ફૂલની જેમ હું ખરતી નથી.
રાખું છું મન ને મારા કાબૂમાં,
મોહમાં સપડાઈ જતી નથી.
દુનિયાથી અલગ રીત છે મારી,
હું કોઈના પગલે ચાલતી નથી.
પ્રયાસો કરતી રહું છું સદા,
હારને પણ હું દાદ દેતી નથી.
