ફૂલડાની છાબ અપનાવી શકું
ફૂલડાની છાબ અપનાવી શકું
ફૂલડાની છાબ અપનાવી શકું
કંટકોને કેમ ભુલાવી શકું
પ્હાડની ઓથેય ઉગતા ફૂલડાં
એમ ફુલો કેમ બતલાવી શકું
રણ ભલે મોટું અને વેરાન છે
એજ રણમાં ઝાંઝવા લાવી શકું
જિંદગી આ લાગતી નાની છતાં
રોજ પ્રેમે પ્રીત જન્માવી શકું
હા ! હરિવર રાખજોને દિલમાં
શ્વાસ તૂટે કેમ સંધાવી શકું
