STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

પેલા ઘમ્મર વલોણાંનો નાદ સાંભળી

પેલા ઘમ્મર વલોણાંનો નાદ સાંભળી

1 min
173

બા ચાલને પેલા ગામડે જઈએ રે

ગામડાની મીઠી મીઠી છાશ પીએ રે

પેલા ઘમ્મર વલોણાંનો નાદ સાંભળીએ રે...


દૂધ સાથે દહીં વલોવીએ રે

માખણની મીઠાશ માણીએ રે

પેલા ઘમ્મર વલોણાંનો નાદ સાંભળીએ રે...


ગાયના ઘીમાં શીરો બનાવીએ રે

સૌને આનંદે હોંશે હોંશે વહેંચીએ રે

પેલા ઘમ્મર વલોણાંનો નાદ સાંભળીએ રે...


ગાય સાથે કૃષ્ણની દોસ્તી રે

તેના દૂધ પીને શક્તિ મેળવીએ રે

પેલા ઘમ્મર વલોણાંનો નાદ સાંભળીએ રે...


ઉનાળાની બપોરે ઠંડક મેળવીએ રે

ધરતી પરના અમૃત છાશની મજા કરીએ રે

પેલા ઘમ્મર વલોણાંનો નાદ સાંભળીએ રે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational