STORYMIRROR

Dr.Ketan Karia

Romance Fantasy

4  

Dr.Ketan Karia

Romance Fantasy

Patience in love : Ketan Karia

Patience in love : Ketan Karia

1 min
225

તને જેમાં ખુશી મળે એ બધું કરી લે,

ગમતું હોય એ ખાઈ-પી લે,

ગીતો ગમે તો સાંભળી લે, ગણગણી લે,

વાંચવું ગમે તો કોઈ પુસ્તક લઇ વાંચી લે,


ગમતી જગ્યાઓ પર હરી-ફરી લે,

કામની, વગર કામની વાતો સૌ સાથે કરી લે,

સંબંધોને, દુનિયાને બરાબર સમજી લે,


પછી એક દિવસ એમ થાય કે

હવે એક સવાર પૂરતું,

એક સાંજ પૂરતું મૌન રહેવું છે,

પણ એકલા-એકલા નથી રહેવું,

ત્યારે મારી પાસે આવજે,


હું તારું મૌન નહિ તોડાવું,

તને કારણો પણ નહિ પૂછું,

તને સમજવા તો કોશિશ જ નહિ કરું,

હું પણ મૌન રહીશ,


રેલ્વેના પાટાની જેમ બેઠા રહીશું,

અલગ-અલગ છતાં સાથે-સાથે સામે

જે દૃશ્ય હશે, નદી, પર્વત, આકાશ, ખુલ્લું મેદાન,

ઝાડપાન કે દીવાલ જે પણ હોય એ જોઈશું.


તે સંબંધોને, દુનિયાને સમજી લીધા હશે

એટલે મારે પણ કંઈ બોલવાની જરૂર નહિ પડે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance