STORYMIRROR

Dr Ketan Karia

Others

2.4  

Dr Ketan Karia

Others

બીજું તો શું થઇ શકે?

બીજું તો શું થઇ શકે?

1 min
28.3K


પકડે પ્રાર્થનાનો હાથ; માણસથી બીજું તો શું થઇ શકે?
માથે સૂર્ય આવ્યા બાદ ઝાકળથી બીજું તો શું થઇ શકે?
 
નીચેથી વિનંતી થાય, પણ આવ્યો છે ઉપરથી વટહૂકમ,
રાખે માત્ર સાક્ષીભાવ;વાદળથી બીજું તો શું થઇ શકે?
 
તેજસ્વી થવાની જ્યાં કાલ, ત્યાં એ ઉજળી કરે છે આજને,
નાની ઝૂંપડીમાં એક ફાનસથી બીજું તો શું થઇ શકે?
 
એ આવે, ફરી આવે અને ચાલી જાય, તેથી શું થયું?
તકને આપશે નહીં ભાવ, આળસથી બીજું તો શું થઇ શકે?
 
જો ક્યારેક એને એવું લાગે કે કલમ ભોંકાય છે,
ક્યાં જઇને કરે ફરિયાદ? કાગળથી બીજું તો શું થઇ શકે?


Rate this content
Log in