STORYMIRROR

Dr Ketan Karia

Others

2.4  

Dr Ketan Karia

Others

સ્થાન

સ્થાન

1 min
26.2K


રહો ટોચ પર તો સદા ધ્યાન રાખો,
જે ટેકો બન્યાં એમનું માન રાખો.

કરે યાદ તો આંસુ આવે ખુશીના,
બધી આંખમાં એટલું સ્થાન રાખો.

જરૂરત પડે ત્યાં લડી લો ભલે પણ,
વૃતિમાં સતત બસ સમાધાન રાખો.

વ્યથાને જીવનમાં ન સ્થાયી થવા દો,
રહે ત્યાં સુધી માત્ર મ્હેમાન રાખો.

છે ભાડાંનું ઘર ક્યાંક ભૂલી ન જાશો,
અહીં ખપ પડે એ જ સામાન રાખો.


Rate this content
Log in