Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Ketan Karia

Others

3  

Dr Ketan Karia

Others

પડ્યા છે

પડ્યા છે

1 min
13.6K


નથી એવું કે સાવ ઓછા પડ્યા છે,
ન દેખાય એવા લિસોટા પડ્યા છે.

અમે ખેલદિલી બતાવી નહીંતર,
વિધાનો તમારાય ખોટા પડ્યા છે.

નજરનો ફરક છે, હું સર્વસ્વ માનું,
તને લાગશે માત્ર થોથા પડ્યા છે.

સિતારા સમયસર દુ:ખી તો કરે છે,
ખુશી આપવામાં જ મોડા પડ્યા છે.

ભલે દુ:ખ એ લાવ્યા, અમે આવકાર્યા.
ફરીવાર સંજોગ ભોઠા પડ્યા છે.


Rate this content
Log in