STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

પારસી

પારસી

1 min
134

દૂધમાં જેમ સાકર ભળે

ભળે પારસી કોમ

ધર્મ રક્ષણ કાજે

એ છોડે પોતાનો દેશ,


દેશ છોડ્યો માલ સામાન છોડ્યો

ના છોડ્યા પોતાના સંસ્કાર

ગુજરાતમાં વસીને બોલતા

મીઠી બોલી ગુજરાતી પારસી,


અગ્નિને પારસી પૂજે

ઘરમાં જલતી રહે જ્યોત 

સૂરજ આપતો રોશની

ના કરે કોઈ ઈન્કાર,


તાતા ગોદરેજ જેવા પારસી

દેશનું રોશન કરે નામ

દેશની મદદ કાજે આગળ આવે

તન મન ધન, માને દેશનો આભાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama