STORYMIRROR

Purvi sunil Patel

Classics Others

4  

Purvi sunil Patel

Classics Others

પામું આશ્ચર્ય અપાર રે !

પામું આશ્ચર્ય અપાર રે !

2 mins
380

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

મુખ ખોલી ને કરાવ્યું,

સકળ બ્રહ્માંડનું દર્શન,

તોડ્યો માં યશોદાનો ભ્રમ,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

ધીરગંભીર વદન મલકતું

નયનોમાં અમીદ્રષ્ટિ,

સાથે બંસરી અધરે સોહે,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

માખણ ચોરી-ચોરી તેંતો,

આપ્યો હક ગોવાળોને,

કેટલો છે રે તું દયાળુ,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

કાલીનાગનું દમન કરીને,

પવિત્ર કર્યા યમુના નીર,

ગ્રામજનોનો ડર ભગાવ્યો,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

ટચલી આંગળીએ,

ગોવર્ધન ગિરિ ઉપાડ્યોને,

જન્મભૂમિનો ઉતાર્યો ભાર,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

વૃન્દાવનમાં રાસ રચ્યો,

રાધા સંગ થયો તલ્લીન,

ગોપીઓ થઈ ઘેલી-ઘેલી,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

દ્રોપદીનાં પૂર્યા ચીર,

પાંડવોની રાખી લાજ,

કૌરવોનાં હર્યા હીર,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રા !

મિત્ર બની સુદામા કેરો,

તાંદુલ હરખે ખાય,

અમીટ છોડી છાપ તેંતો,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

રથ ચલાવી યુધ્ધમેદાને,

ધર્મ-અધર્મનો ભેદ સમજાવ્યો,

અર્જુનનો વિષાદ ભગાવ્યો,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે!

કુરુક્ષેત્ર મધ્યે અર્જુનને,

ગીતા ઉપદેશ સુણાવી,

સમજાવ્યો જીવનનો સાર,

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !

સંબંધોનાં મોહમાં ના કદી બંધાયો,

છતાં તું પૂર્ણ પુરુષોત્તમ કહેવાયો.

ઓ ગિરિધર ગોપાલ !

કરું ધારણા તારી ને,

પામું આશ્ચર્ય અપાર રે !



Rate this content
Log in

Similar gujarati poem from Classics